મોલાઈ વન
ભારતમાં મોલાઈ ફોરેસ્ટ નામનું એક જંગલ છે. જે આસામ રાજ્યમાં કોકિલામુખ પાસે બ્રહ્મપુત્રા નદી પર માજુલી જિલ્લામાં આવેલું જંગલ છે. આ જંગલનો વિસ્તાર અંદાજે 1360 એકર એટલે કે 550 હેક્ટર છે. ભારતીય પર્યાવરણવાદી અને વનસંવર્ધન કાર્યકર્તા જાધવ મોલાઈ પાયેંગના નામ પરથી તેનું નામ મોલાઈ ફોરેસ્ટ રાખવામાં આવ્યું છે. 1983 માં ગોલાઘાટ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પ્રારંભિક 200 હેક્ટર (500 એકર) વાવેતર અને છોડી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ જાદવ મોલાઈ પાયેંગે એકલાએ 30 વર્ષની મહેનત સાથે લગભગ 1360 એકરમાં આ જંગલનું વાવેતર કર્યું હતું. જાદવ મોલાઈ પાયેંગે બ્રહ્મપુત્રા નદીમાં માજુલી ટાપુના રેતીપટ્ટી પર વૃક્ષો વાવ્યા અને તેનું જતન કર્યું, જે આખરે મોલાઈ વન બન્યું.
આ જંગલ બંગાળ વાઘ, ભારતીય ગેંડા, 100 થી વધુ હરણ અને સસલા ઉપરાંત વાંદરાઓ અને મોટી સંખ્યામાં ગીધનું ઘર છે. લગભગ 100 હાથીઓનું ટોળું દર વર્ષે નિયમિતપણે જંગલની મુલાકાત લે છે અને સામાન્ય રીતે લગભગ છ મહિના રહે છે.
![]() | |
|




No comments:
Post a Comment